Wednesday, 4 March 2015

ડાકોરમાં ફાગણી પુનમથી ઉજવણી આખરી તબક્કામાં, ભક્તોની ભારે ભીડ

ફાગણી પુનમ નિમિત્તે ડાકોરમાં ભગવાન કૃષ્ણને હોળી રમાડવા તથા દર્શન કરવા ભકતો દુર દુરથી દર વર્ષે પગપાળા આવે છે. ભાવિકો જયરણછોડ માખણ ચોરના નારા સાથે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જેઓ આવતીકાલે ડાકોર નગરમાં પ્રવેશ કરશે. ડાકોરના રસ્તે પ્રયાણ કરી રહેલ ભાવિકો ચાલુ વર્ષે ભંડારાનું પાણી પીવાનું ટાળી રહ્યાં છે

આ વખતે યાત્રાધામ ડાકોરમાં નવી રેલીંગો નાખવામાં આવી છે. જેમાં ભાઇઓ અને બહેનો અલગ અલગ પ્રવેશ કરી દર્શન કરશે. બહેનો કોટવાળા દરવાજામાંથી મંદિરમાં પ્રવેશ કરશે. ફાગણી પુનમ નિમિત્તે ડાકોરમાં ઉમટી પડનાર લાખો ભાવિકોને દર્શન કરવામાં સુવિધા રહે તેમજ કોઇ અગવડ ન પડે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે ખેડા જિલ્લા કલેકટરે હાથ ધરી છે.

No comments:

Post a Comment