Thursday, 5 February 2015

America's National Security Strategy Will be Announce Tomorrow


અમેરિકા કાલે જાહેર કરશે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ

 ઓબામા વહીવટીતંત્રએ કાલે પોતાની સમયથી રાહ જોવાતી રાષ્ટ્રીય રણનીતિ જાહેર કરવાની યોજના છે. આ રણનીતિ દ્વારા વિદેશનીતિ વિશે અમેરિકાના પ્રમુખ નો અભિગમ અને દેશના નાગરિકો અને તેના ભાગીદારોની પ્રાથમિકતાઓ વિશે જાણ કરવામાં આવશે. આ રણનીતિને જાહેર કરવામાં ખુબ જ લાંબા સમયની રાહ જોવાઈ રહી છે.

વ્હાઇટ હાઉસમાં કાલે જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં કાલે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસાન રાઇસ કાલે બ્રુકીંગ ઇન્સ્ટિટ્યુશનમાં રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિનો દસ્તાવેજ જાહેર કરશે. આંતકવાદ વિરોધી નિષ્ણાતોને આશા છે કે દસ્તાવેજમાં ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે એક મજબુત અને બહુમાળખાકીય નિતી અભિગમ વિશે જાણવામાં આવશે.

વોશિંગ્ટન એક્ઝામિનર અનુસાર આ દસ્તાવેજમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનું મોનીટર કરવાની પ્રક્રિયાનો ખુલાસો કરવા પર એડવર્ડ સ્નોડેનને લઈને થયેલા વિવાદ સિવાય પાકિસ્તાન, સોમાલિયા અને યમનમાં શંકાસ્પદ આતંકવાદીઓને મારવા માટે ડ્રોનના ઉપયોગને લઈને ચિંતા પર પણ ચર્ચા કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ઓબામા વહીવટીતંત્રે છેલ્લી વાર મેં ૨૦૧૦માં પોતાની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ જાહેર કરી હતી જેમાં તેણે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરી રહ્યા છે અને આ ભાગીદારી વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશ હોવા અને લોકો વચ્ચે મજબુત સબંધ હોવાના કારણે દેશના સમાન હિતો અને મુલ્યો પર આધારિત છે. તેમણે કહ્યું કે “ભારતની જવાબદારી પ્રોત્સાહન અન્ય વિકાસશીલ દેશો માટે સકારાત્મક ઉદાહરણ છે અને આર્થિક, વૈજ્ઞાનિક, પર્યાવરણ અને સુરક્ષા સંબંધી ભાગીદારી વધારવાનો અવસર પ્રદાન કરે છે.”

Source URL : http://www.vishwagujarat.com/gu/america-tomorrow-national-security-strategy/

No comments:

Post a Comment