આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૫માં ભારતની મેચોનો કાર્યક્રમ
૧૪ ફેબ્રુઆરીથી આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થઇ રહી છે. આઈસીસી વર્લ્ડકપની પ્રથમ પ્રેક્ટીસ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આઇસીસી અનુસાર ૮થી ૧૩ ફેબ્રુઆરી વચ્ચે એડિલેડ, મેલબોર્ન, સિડની અને ક્રાઇસ્ટચર્ચમાં કુલ ૧૪ પ્રેક્ટીસ મેચ રમાશે. તેમને વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોનો દરજ્જો હાંસલ નહીં થાય. ભારતીય ટીમ પોતાની બીજી પ્રેક્ટીસ મેચ ૧૦ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન સામે રમશે. ભારતની બન્ને મેચો એડિલેડમાં રમાશે અને બન્ને મેચ ડે-નાઇટ હશે.
ભારત પોતાની બન્ને પ્રેક્ટીસ મેચ પૂલ એ વિરૂદ્ઘ રમશે.
ભારતને આઈસીસી વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને સંયુક્ત અરબ અમીરાત સાથે પુલ બીમાં રાખવામાં આવ્યું છે. ભારત પોતાની બન્ને પ્રેક્ટીસ મેચ પૂલ એ વિરૂદ્ઘ રમશે.
ભારતીય ટીમ : મહેન્દ્રસિંહ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), વિરાટ કોહલી (વાઇસ-કૅપ્ટન), અજિંક્ય રહાણે, શિખર ધવન, રોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયુડુ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્ર્વિન, ભુવનેશ્ર્વરકુમાર, મોહંમદ શમી, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા.
ભારતની મેચોનો કાર્યક્રમ :-
પહેલી મેચ: ૧૫ ફેબ્રુઆરી ( રવિવાર ) ઈન્ડિયા vs પાકિસ્તાન, એડિલેડ
બીજી મેચ: ૨૨ ફેબ્રુઆરી ( રવિવાર ) ઈન્ડિયા vs દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન
ત્રીજી મેચ: ૨૮ ફેબ્રુઆરી ( શનિવાર ) ઈન્ડિયા vs (ક્વોલિફાયર ૪), પર્થ
ચોથી મેચ: ૬ માર્ચ ( શુક્રવાર ) ઈન્ડિયા vs વેસ્ટ ઈન્ડિઝ, પર્થ
પાંચમી મેચ: ૧૦ માર્ચ ( મંગળવાર ) ઈન્ડિયા vs આયર્લેન્ડ, હેમિલ્ટન
છઠ્ઠી મેચ: ૧૪ માર્ચ ( શનિવાર ) ઈન્ડિયા vs ઝિમ્બાબ્વે, ઓકલેન્ડ
Source URL : http://www.vishwagujarat.com/gu/icc-world-cup-2015-india-matches/
No comments:
Post a Comment