ચીનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો
ચીનમાં ૪૦ દિવસના વસંતોત્સવ અને ચંદ્ર નવવર્ષની રજાઓ સિઝનની શરૂઆતને જોતા અહિયા વિશાળ સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન અહિયા બે અબજ આઠસો કરોડ પ્રવાસીઓની આવવાની આશા છે.
૧૯ ફેબ્રુઆરીએ ચંદ્ર નવાવર્ષની પહેલા આ પ્રવાસીઓના મેળાને ચીની ભાષામાં ચુયુન કહેવામાં આવે છે જેને દુનિયાનો સૌથી મોટો માનવ પ્રવાસ માનવામાં આવે છે. તે દરમિયાન લાખોની ભીડમાં ચીની લોકો પોતાના પરિવારને મળવા માટે સ્વદેશથી આવતા હોય છે. અહિયાની સત્તાવાર મીડિયાના સમાચાર મુજબ, આ વર્ષમાં તેની ભીડમાં ગયા વર્ષની તુલનામાં ૩.૪ ટકાનો વધારો થયો છે.
આ દરમિયાન ચીની રેલ વ્યવસ્થા પણ વિસ્તરશે. આ વર્ષે લગભગ ૩૦ કરોડ લોકોને તેનો પ્રવાસ કરવાની આશા છે, જે ગયા વર્ષની તુલનામાં ૧૦ ટકાથી વધારે હશે. ચીનના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને બતાવ્યું કે, પ્રવાસી પરિવહનમાં ૧૮ થી ૨૪ ફેબ્રુઆરી સુધી સત્તાવાર રજા માટે જાહેરાત કરવામાં આવી છે.
Source URL : Online Gujarati News Paper
No comments:
Post a Comment