દુનિયામાં કેન્સરનું મુખ્ય કારણ – તમાકુનું સેવન
સામાન્ય રીતે કેન્સર જેવી જીવલેણ બીમારીનું કારણ તમાકુને માનવામાં આવે છે. પરંતુ જિંદગીમા સાવચેતી રાખવાથી કેન્સરના જોખમને ઓછુ કરી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પોષણ, સ્થૂળતા પર નિયંત્રણ અને પર્યાપ્ત સૂર્યપ્રકાશથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
દિલ્હીના રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યુટના વિનીત તલવારે કહ્યુ કે, મહિલાઓમા જ્યાં કેન્સરના કારણે હોર્મોન્સ વધી શકે છે ત્યાં પુરુષોમા તમાકુના સેવનથી કેન્સર એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે. વિનીત તલવાર મુજબ, ધૂમ્રપાન કરવાથી અથવા તમાકુ ખાવવાથી અને કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન પુરુષોમા કેન્સર થવાનો મુખ્ય કારણ છે. પુરુષોમા ૬૦-૭૦ ટકા કેન્સરના કિસ્સા તમાકુના કારણે થતા હોય છે.
જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આજે છડેચોક જાહેરમાં ધુમ્રપાન કરનારાઓને કોઇનોય ડર રહ્યો નથી. ગમે તે સ્થળે સિગારેટ પીવાની આદત હોય તો સાવધાન થઇ જજો કારણ કે તમાકુનો ઉપયોગ ડામવા માટે સરકાર સખત બનવાની છે. તેમાં જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારને રૂ. ૨૦,૦૦૦ સુધીનો તગડો દંડ પણ થઇ શકે છે.
તમાકુના વપરાશને ઘટાડવા કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન દ્વારા રચાયેલી નિષ્ણાંતોની પેનલ તમાકુ વિરોધી કાયદામાં ધરમૂળથી ફેરફારો કરવા ભલામણ કરી છે. તે મુજબ બજારમાં સિગારેટના છૂટક વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને જાહેર સ્થળોએ ધૂમ્રપાનને કોગ્નિઝેબલ ગુનો બનાવવાની ભલામણ સામેલ છે.
સમિતિના સભ્યોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સમિતિએ તમાકુના વપરાશ માટેની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૫ વર્ષ કરવા, વેચાણ માટે તેની જાહેરખબર પર પ્રતિબંધ મૂકવા અને સિગારેટના પેકેટ પર ચેતવણીજનક ચિત્રનું પ્રમાણ હાલના ૪૦ ટકાથી વધારીને ૮૦ ટકા કરવાની ભલામણ કરી છે.
સિગારેટ અને બીજી તમાકુ પેદાશોના કાયદા ૨૦૦૩ (COT-PA)માં સુધારા અંગે સૌ પ્રથમ ઇટીએ અહેવાલ આપ્યો છે. સરકાર કાયદાને ડબલ્યુએચઓના ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ (FCTC)ને પૂરક બનાવવા માટે કામ કરી રહી છે.
FCTC એ એવી સંધી છે, જેના હેઠળ સમગ્ર વિશ્વમાં તમાકુના વપરાશના ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે. ભારતે ૨૦૦૪માં FCTCમાં સુધારો કર્યો હતો, આમ તમાકુ વિરોધી કાયદા પસાર કરાયાના વર્ષ પછી આ સુધારો કરાયો હતો.
Source URL : http://www.vishwagujarat.com/gu/world-cancer-main-reason-tobacco/
No comments:
Post a Comment