Thursday, 12 February 2015

United state's police assaulted a Gujarati for not spoke in English

  
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની પોલીસે એક ગુજરાતીને અંગ્રેજી ના બોલવાના કારણે ખરાબ રીતે માર્યો છે. ત્યારબાદ તે લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને તેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.

બે સપ્તાહ પહેલા ગુજરાતના સુરેશભાઈ પટેલ(૫૭) પોતાના દીકરા ચિરાગની પાસે અમેરિકા ગયા હતા. દરરોજ તેઓ રસ્તાના કિનારે ફરવા જતા હતા પરંતુ એક દિવસ તે દરમિયાન અમેરિકી પોલીસે તેમને જમીન પર સુવડાવી ખરાબ રીતે માર્યા હતા. સુરેશભાઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને તેઓ લકવાગ્રસ્ત છે. જયારે અલબામા પોલીસનું કહેવું છે કે, અંગ્રેજી ના બોલવાના કારણે તેઓ સુરેશભાઈની વાત સમજી શક્યા નથી.

આ કિસ્સામાં દોષિત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અક્બરુદીને ટ્વિટર પર લખ્યું છે કે, દુતાવાસ કિસ્સામાં બધી જરૂરી મદદ આપી રહ્યા છે, ત્યાં મેડિસનમાં પોલીસ અને પ્રમુખો વચ્ચે સતત વાતચીત કરવામાં આવી રહી છે.

Source URL : Online Gujarati News

No comments:

Post a Comment