ઓબામાએ રજૂ કર્યું ચાર લાખ કરોડ ડોલરનું બજેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચાર લાખ કરોડ ડોલરનું બજેટ રજૂ કર્યું છે. જેનો હેતુ દેશની આધારભૂત સંરચનામાં સુધારો લાવવાનો તથા શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ પર કર વધારીને મધ્યમવર્ગીય અમેરિકાની જનતાની સ્થિતિ સારી બનાવવાનો છે. રિપબ્લિકન પાર્ટીના બહુમતી વાળી કોંગ્રેસમાં પોતાનો વાર્ષિક બજેટ પ્રસ્તાવ રજૂ કરતા ઓબામાએ કહ્યું હતું કે, તેમના પ્રસ્તાવથી મધ્યમ વર્ગની પાસે પહેલા કરતાં વધારે પૈસા આવશે. તેમના વેતનમાં વધારો થશે અને અમેરિકામાં સારા પગારવાળી નોકરીઓ પણ મળશે.
બજેટમા કરવેરાના જંગી સુધારાઓ અને ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે
નાણાકીય વર્ષ ૨૦૧૬મા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચાર લાખ કરોડ ડોલરનું જંગી બજેટ રજૂ કર્યું છે. જેમાં કરવેરાના જંગી સુધારાઓ અને ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. જોકે રિપબ્લિકનના અંકુશવાળી કોંગ્રેસમાં આ બજેટની દરખાસ્તો પસાર નહિ થાય તેવી શક્યતા છે. ઓબામાએ કહ્યુ કે, બજેટમાં બિનજરૂરી ખર્ચામાં ઘટાડો કરવામાં આવશે અને તે સુનિશ્ચિત કરવા માટે કરવેરાની ભૂલો દૂર કરવામાં આવશે. તેથી દરેક લોકો પોતાના ઉચિત હિસ્સાની ચુકવણી કરી શકે.
બજેટમાં રશિયાના અતિક્રમણને અટકાવવા માટેના ખર્ચનો પણ સમાવેશ
ઉલેખ્ખનીય છે કે, બજેટમાં પૂર્વી યૂરોપમાં રશિયાના અતિક્રમણને અટકાવવા માટેના ખર્ચનો પણ સમાવેશ કરાયો છે. ઓબામાએ પોતાના દેશના અર્થતંત્રને બનાવવાના પ્રયત્નમાં કરકસરના પગલાં પર કાપ મુકતાં ઓબામાએ માળખાગત સવલતો, સંશોધન અને લશ્કર પર નોંધપાત્ર ખર્ચની દરખાસ્ત કરી છે. ઓબામાના બજેટમાં ખાધને કુલ ઘરેલી પેદાશ એટલે કે જીડીપી ત્રણ ટકાની અંદર રાખવાની જોગવાઇ કરાઇ છે. જોકે નોન-મિલિટરી ખર્ચમાં વધારા અને લોકપ્રિય ટેક્સને બંધ કરવાને કારણે રિપબ્લિકનો તેને પસાર કરવામાં રોડા નાખે તેમ છે.
બજેટ મધ્યમવર્ગીય પરિવારો માટે સારું રહેશે
બજેટમાં રાજકોષીય શિસ્તતા જ્ળવવાનો પ્રયાસ કરાયો છે. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ યોજના મધ્યમવર્ગીય પરિવારો માટે સારું રહેશે, જે અર્થતંત્રને પણ વેગ આપી શકે તેમ છે. ઓબામાના બજેટમાં વિશ્વનંં સૌથી મોટું અર્થતંત્ર આ કેલેન્ડર વર્ષમાં આશરે ૩.૧ ટકાના દરે વિકાસ પામશે તેવો અંદાજ મુકાયો છે. બેરોજગારીનો દર ૫.૪ ટકા અને ફુગાવો ૧.૪ ટકા વધશે. ઓબામાના સલાહકારોનું માનવું છે કે હાલના સ્વરૂપમાં તેમનું બજેટ પસાર થાય તેવી શક્યતા ઘણી ઓછી છે.
Source URL : http://www.stumbleupon.com/su/1O4Bkv/14iWje.XJ:p7vIx0ly/www.vishwagujarat.com/gu/obama-released-four-lakh-dollar-budget/
No comments:
Post a Comment