ઓબામાના ભારત પ્રવાસના કારણે પાકિસ્તાનના રાજ્યપાલનું રાજીનામું
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસથી ભારતની સારી પરિસ્થિતિ પાકિસ્તાનના રાજ્યપાલને હજમ ના થઈ અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાજ્યપાલ મોહમ્મદ સરવરએ ઓબામાની ઐતિહાસિક ભારત પ્રવાસથી ચિઢાઈને રાજીનામું આપી દીધું હતું. તેમણે શરીફ સરકાર પર અમેરિકા સાથે સારા સંબંધો બનાવવામાં અસફળતાનો આરોપ લગાવતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સરવરે બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ મમનૂન હુસેનને પોતાનું રાજીનામું આપ્યુ્ હતુ. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું હતુ. નવી નિયુક્તિ સુધી પંજાબ વિધાનસભાના સ્પીકર રાણા ઇકબાલ કાર્યવાહક રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળશે. સરવરે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પાકિસ્તાનમાં લાવવામાં નિષ્ફળ રહેલા વડાપ્રધાન નવાઝ શરીફની આકરી નિંદા કરી હતી.
ઓબામાના ભારત પ્રવાસ બાદ સરવરે કહ્યુ કે, ઓબામાનો ભારત પ્રવાસ પાકિસ્તાનની સરકારની નિષ્ફળતા છે. ઓબામાનો ભારતનો આ બીજો પ્રવાસ પાકિસ્તાનની વિદેશ નિતીના મોરચે મોટી નિષ્ફળતા છે. પાકિસ્તાન અમિરેકાના શીતયુધ્ધના સમયનું સાથી છે. સરવરે કરેલી ટીકા બાદ વડાપ્રધાને તેમની પાસે ખુલાસો માંગ્યો હતો. જો કે, સરવરે સ્પષ્ટતા કરવાની જગ્યાએ રાજીનામું આપ્યું હતુ.
Source : Governor of Pakistan's resignation
No comments:
Post a Comment