Saturday 3 January 2015

વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય રાજકારણના પાંચ ટર્નીંગ પોઈન્ટ


ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વર્ષ માત્ર એક જ વ્યક્તિ આધારીત રહી છે. તે પણ નમો. એક સમયે ચા વેચવાનો વ્યવસાય કરતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. તેમજ ભાજપ સતામાં આવી. કોંગ્રેસની કારમી હાર, હિન્દુત્વનો પુન: ઉદય, અરવિદ કેજરીવાલની ચડતી પડતી અને રાજ્યોના સ્થાનિક દળોનુ ઘટતું પ્રભુત્વ જેવા મુદ્દા વર્ષ દરમ્યાન હાવી રહ્યા હતા.

આવો જાણીએ દેશની પાંચ મહત્વની રાજકીય ઘટનાઓ

૧. ‘નમો’ નો ઉદય
ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ના તોફાનો માટે હમેશા જવાબદાર ઠેરવવામાં આવેલા નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપને બહુમતી અપાવી અને દેશના સર્વોચ્ય એવા વડાપ્રધાન પદ મેળવ્યું. મોદીએ પોતાની જાતને સાબિત કરી બતાડી અને દેશ નહી અને પછી વિદેશમાં પણ પોતાની કાબેલિયત સાબિત કરી બતાડી. તેમજ ચુંટણી દરમ્યાન કરેલા કેટલાંક વાયદા પણ પૂર્ણ કર્યા.

૨. હિન્દુત્વવાદનો પુન: ઉદય
દેશના વીએચપી,ભાજપ અને આરએસએસ ભાજપ સતામાં આવતા જે પુન હિન્દુત્વનો રાગ આલાપવાણી શરુઆત કરી દીધી છે. તેથી સાંપ્રદાયિક ભારતની છાપ ધીરે ધીરે ભુંસાઈ જશે. જેમાં સૌ પ્રથમ યુપીના લવ જેહાદથી તેની શરુઆત થઈ હતી.જો કે ત્યાર બાદ મોહન ભાગવતે સમયાંતરે હિન્દુત્વની વાતો તાજી કરાવી અને આખરે સુષમા સ્વરાજે ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી ત્યારર્થી હિન્દુત્વનો મુદો ચર્ચામાં છે અને ત્યારબાદ આગ્રાના ધર્માંતરણના મુદાએ ભારતીય રાજકારણને હોબાળો કરવા પર મજબુર કર્યો હતો. તેમજ ભાજપના સાંસદ નિરંજના ભારતીએ પણ આ મુદ્દે બેટિંગ કરી હતી. વીએચપીએ સમગ્ર ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી હતી. જો કે આ અંગે ઇસ્કોનમાં કમલલોચન દાસે જણાવાયું હતું કે વીએચપી ભારતમાં કટ્ટરતા ફેલાવી રહી છે.

૩. દેશમાં વંશવાદી રાજકારણનો અંત
વર્ષની શરુઆતમાં રાહુલ ગાંધીને અંગ્રેજી ચેનલ પર ઇન્ટરવ્ય આપતા જોયા હશે. જેમાં રાહુલ ગાંધીનું એગ્રેશન જોવા મળ્યું હતું. પરતું વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણીએ આ તમામ વસ્તુને ફેરવી તોળી અને ૧૩૦ વર્ષ જૂની કોંગ્રેસ પહેલીવાર માત્ર ૪૪ બેઠકો સાથે પરાજિત થઈ એટલું જ નહી પરંતુ ત્યારબાદ રાજ્યોમાં પણ અન્ય ચુંટણીમા કોંગ્રેસનો પરાજય થયો. જેન ભારતીય રાજકારણમાં વંશવાદી રાજકારણના અંત તરીકે જોવામાં આવે છે.

૪. “મફલરમેન” અરવિંદ કેજરીવાલની ચડતી અને પડતી
અરવિંદ કેજરીવાલનો ઉદય અને તેનો અંત આ વર્ષની મહત્વપૂર્ણ રાજ્કીય ઘટના છે. એક કોમન મેને શરુ કરેલા ભ્રષ્ટ્રાચાર વિરોધી અભિયાન શરુ કરીને દિલ્હીમાં મુખ્યમંત્રી પદ સુધી પહોચ્યા. પરંતુ વધુ રાજકીય આકાંક્ષાએ મોદી સામે વારાણસીમાં ચુંટણી લડ્યા અને આખરે હારવાનો વારો આવ્યો. એટલે કે બાવાના બે બગડ્યા દિલ્હીમાં માત્ર ૪૯ દિવસ મુખ્યમંત્રી રહ્યા અને રાજકારણથી બહાર ફેંકાયા. જો કે આ બધા વચ્ચે કેજરીવાલ ફરીથી દિલ્હીમાં ચુંટણી લડવાના છે જોવું રહ્યું કે લોકો તેમની પર ફરી કેટલો વિશ્વાસ કરશે.

૫. રાજ્યની સ્થાનિક પક્ષોના અંતની શરુઆત
વર્ષ ૨૦૧૪ સામાન્ય રીતે રાજ્યના રાજકારણમાં સક્રિય પક્ષો માટે નિરાશાજનક રહ્યું હતું. જેમાં પણ રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપના વધતા પ્રભાવે વિવિધ રાજ્યોના સ્થાનિક પક્ષોને નબળા પાડ્યા હતા. જેમાં પણ મહારાષ્ટ્ર શિવસેના અને હરિયાણામાં આઈએનએલડી જેવા સ્થાનિકો પક્ષોના અસ્તિત્વ પર વિધાનસભા ચુંટણી બાદ ભય ઉભો થયો છે. તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરસ અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચોએ પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. તેમજ એ વાત પણ સાબિત થઈ કે મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી પક્ષ જ સત્તા રહેશે તેવો ભ્રમ ખોટો નીકળ્યો. જો કે આ ઉપરાંત આગામી વર્ષે બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચુંટણી યોજનારી છે. તેવા સમયે લાલુ પ્રસાદ યાદવ, નીતીશ કુમાર, મુલાયમસિંહ યાદવ અને દીદી મમતા બેનર્જી પણ ભાજપના વધતી લોકપ્રિયતાનો શિકાર બને તેવી શક્યતા છે.

No comments:

Post a Comment