Thursday, 29 January 2015

Hindi Social Networking Site "Sabdanagari"


હિંદી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ”શબ્દનગરી”

આઈઆઈટી મુંબઈના એક પૂર્વ છાત્રએ પોતાના કેટલાક સહયોગીની મદદથી હિંદીમાં સોસીયલ નેટવર્કિંગ વેબસાઈટ ”શબ્દનગરી” શરૂ કરી છે. આ સાઈટ ફેસબુકથી પ્રેરિત છે પરંતુ તેમની આખી નકલ નથી.

શબ્દનગરી” પર તમે રાષ્ટ્રભાષા હિંદીમાં પોતાની વાર્તાઓ અને કોમેન્ટ નાખી શકો છો, સાથે જ પોતાની વિચારધારાવાળા લેખકો અને હિંદી ભાષી લોકોથી ખુબ સરળતાથી જોડાઈ શકો છો.

વર્ષ ૨૦૦૭માં આઇઆઇટી મુંબઈથી ઈલેક્ટ્રીકલ એન્જીન્યરીંગ કરનારા અને કાનપુરમાં રહેનારા અમિતેશ મિશ્રાએ કહ્યું કે તેઓએ ભણવાનું પૂરું કરી નોકરી કરી, પરંતુ તેમનું મન કૈક અલગ કરવાનું હતું. માટે તેઓએ પોતાની કંપની ખોલવાની યોજના બનાવી હતી. તેઓએ આઈઆઈટી કાનપુરમાં એસઆઈસીસી (સીડબી ઇનોવેશન એંડ એન્કયુંબેશન સેન્ટર)ની મદદથી ઇન્ક્યુંબેટેડ કંપની ”ટ્રાઈડેંટ એનાલીટીકલ સોલ્યુશન” બનાવ્યું હતું.

મિશ્રાએ કહ્યું કે કંપની બનાવવામાં સીડબીએ તેમને લગભગ ૨૫ લાખ રૂપિયાની નાણાકીય સહાયતા પ્રદાન કરી. આ કંપનીના બેનર હેઠળ બનેલી ”શબ્દનગરી” એક એવી ઈન્ટરનેટ સુવિધા છે જે હિંદીમાં મૌલિક વિચારોને પ્રોત્સાહિત કરે છે. આ મંચ પર તમે તમારી વેબસાઈટ, પેજ અને બ્લોગ હિંદીમાં બનાવી શકો છો અને પોતાની અભીરુચીના લોકો સાથે જોડાઈ શકો છો.

મિશ્રાએ કહ્યું કે તેમનું લક્ષ્ય દેશના ૬૫ કરોડ હિંદી ભાષી લોકો છે જે હિંદીમાં બોલે-લખે અને ભણે છે. તેઓ ઘણું બધું લખવા માંગે છે, કહેવા માંગે છે પરંતુ તેમના માટે કોઈ મંચ ઉપલબ્ધ નથી. હવે ‘શબ્દનગરી’ના રૂપમાં તેઓને એક એવો મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેની મદદથી તેઓ પોતાની રાષ્ટ્રભાષામાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે અને સમાન વિચારધારાના લોકો સાથે જોડાઈ શકે છે.

Source : Sabdanagari

No comments:

Post a Comment